પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં વિવિધ અભ્યાસક્રમ, અભિગમ અને મૉડેલ્સ

પ્રકરણ – ૧ પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં વિવિધ અભ્યાસક્રમ, અભિગમ
અને મૉડેલ્સ.

અધ્યયન નિષ્પત્તિ

તાલીમાર્થીઓ

  • મોન્ટેસોરી પદ્ધતિ,સિદ્ધાંતો અને સામગ્રીથી પરિચીત થશે અને વર્ગખંડમાં તેને અનુસરશે.
  • રેજિઓ એમિલિયાના સિદ્ધાંતો અને પદ્ધતિ સમજશે.
  • વોલ્ડોર્ફ એજ્યુકેશનમાં શિક્ષકની ભૂમિકા સ્પષ્ટ કરશે.
  • સારગ્રાહી અને વિકાસાત્મક અભિગમનું મહત્વ સમજી તેનાં સંદર્ભમાં અધ્યયન કરશે.

શૈક્ષણિક મુદ્દાઓ

  • પ્રસ્તાવના
  • મોન્ટેસોરી પદ્ધતિ
  • રેજિયો એમિલિયા
  • વોલ્ડોર્ફ એજ્યુકેશન
  • સારગ્રાહી અને વિકાસાત્મક અભિગમ
પ્રસ્તાવના

અધ્યયનની પ્રક્રિયા નિરંતર ચાલતી પ્રક્રિયા છે. પૂર્વ પ્રાથમિક કક્ષાનાં બાળકોમાં અધ્યયનનાં અનુભવો અને અધ્યયન સામગ્રી વિકસાવવા માટે મોન્ટેસોરી, રેજિયો એમિલિયા તથા વોલોફ એજ્યુકેશન આધારિત સિદ્ધાંતો પદ્ધતિ અને ભાવાવરણનો આ પ્રકરણમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

મોન્ટેસરી પદ્ધતિ ઉદભવ સિદ્ધાંતો, પદ્ધતિ અને સામગ્રી, અધ્યયન ભાવાવરણ, શિક્ષકની ભૂમિકા, લાભ અને પડકારો.
ઉદભવ

ડૉ. મેડમ મોન્ટેસોરીનો જન્મ ઇ. સ. ૧૮૭૦ માં મધ્યમ સ્થિતિના સંસ્કારી માતા-પિતાના ઘરમાં થયો હતો. માતા-પિતા શિક્ષિત હોવાથી મારિયાના શિક્ષણ પર પર્યાપ્ત ધ્યાન અપાયું હતું. શાળાકીય જીવનમાં તેમણે પોતાની વિલક્ષણ પ્રતિભાનો પરિચય કરાવ્યો હતો. આ શાળામાં રહી તેઓ એક સમર્થ ગણિતશાસ્ત્રી બન્યાં. સમય જતાં તેનું મન વૈદકીય અભ્યાસ તરફ ગયું. ઇટાલીમાં એ દિવસોમાં ડૉકટરી અભ્યાસ માટે સ્ત્રી-વિધાર્થી તરીકે મેડમ મોન્ટેસોરી પહેલ વહેલાં હતાં. તેમણે રોમની વિધાપીઠમાંથી એમ.ડી. ની ડિગ્રી / પદવી મેળવી. ત્યાર પછી ઇ. સ. ૧૮૯૭ માં રોમમાં મગજના દર્દીની હોસ્પિટલમાં મદદનીશ ડૉકટર તરીકે કામગીરી કરી. હોસ્પિટલમાં તેમનું ધ્યાન મદ અને મૂઢ બાળકો તરફ ગયું. અને તેમણે તેમનાં પૂરોગામી સેગુઇને યોજેલી મદ અને મૂઢ બુદ્ધિના બાળકોને સુધારવાની પદ્ધતિનો અભ્યાસ કર્યો અનુભવે તેમને સમજાયું કે બાળકોમાં જે મંદતા છે તેનો ઉપાય ઔષધોપચાર નથી પણ કેળવણી છે. તેમણે તબીબી વ્યવસાયને તિલાજલી આપીને મંદબુદ્ધિના મૂઢ બાળકોને કેળવવાનું શરૂ કર્યુ. સમય જતાં રોમની વિદ્યાપીઠમાં તેમણે કેળવણી તથા માનવ વંશશાસ્ત્રમાં સ્નાતકની પદવી મેળવી અભ્યાસ દરમિયાન તેમણે બાલમાનસશાસ્ત્રનો પણ વિશેષ અભ્યાસ કર્યો અને ઇ. સ. ૧૯૦૭ માં જાન્યુઆરી મહિના દરમિયાન પહેલ-વહેલું બાલગૃહ શરૂ કર્યું. તેમણે પોતાના કેળવણીનાં વિચારોને અક્ષરદેહ આપ્યો જે ‘મોન્ટેસોરી મેથડ’ તરીકે વિખ્યાતછે. અનેક ભાષામાં તેનો અનુવાદ થયો છે.

ડૉ. મેડમ મોન્ટેસોરીના સિદ્ધાંત વિચારમાં મુખ્યતઃ સ્વાધીનતા, નિયમન અને સ્વાતંત્ર્યને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે.

(A) સ્વાધીનતા

ડૉ. મોન્ટેસોરીનાં મતે ત્રણ વર્ષની વયે બાળકો સ્વાશ્રયી અને સ્વતંત્ર બની જાય છે જે
માનવ સ્વાધીન છે તે જ સ્વતંત્ર છે. બાળક તદન નાની વયે સ્વાધીન નથી. પરંતુ ધીમે ધીમે
પોતાની ક્રિયાઓમાં સ્વતંત્ર રહીને શિક્ષણ પ્રાપ્ત કરે છે. બાળકો પોતાનાં કામો પોતે જ કરે એવી
શક્તિ અને સમજ આપણે તેને આપવાની છે. તેને બિન જરૂરી મદદ કરવાથી તેનો સ્વાભાવિક
વિકાસ રુંધાય છે. દા. ત. બાળકને ખવડાવવા પીવડાવવા કરતાં તેને પોતાની જાતે ખાતાં –
પીતાં, હાથ મો ઘોતાં અને કપડા પહેરતાં શીખવવું તે જ સાચી કેળવણી

(B) નિયમન

ખરું નિયમન શિક્ષક ઉપર આધાર રાખનારું નથી, પરંતુ બાળકના આંતર જીવનમાં
થતા વિકાસ ઉપર અવલબે છે. નિયમન એ પ્રવૃત્તિમાંથી પ્રગટે છે. આ પ્રવૃત્તિ સ્વયંસ્ફૂરિત હોવી
જોઇએ. પોતાને ગમતી પ્રવૃત્તિનું પુનરાવર્તન બાળક વારવાર કરે છે. પ્રવૃત્તિનું પુનરાવર્તન
આંતરરસનું સાક્ષી છે નિયમનને માર્ગે જતાં બાળકોમાં આવું પુનરાવર્તન સ્વાભાવિક છે.
બાળકનું ખરું જ્ઞાન કે શક્તિ પુનરાવર્તનમાંથી પ્રગટે છે. નિયમન હકીકત નથી. વસ્તુ નથી, એક
માર્ગ છે. આ માર્ગે ચાલતાં બાળકમાં સારા-નરસાનો (યોગ્ય અયોગ્ય) નો ખ્યાલ આવે છે.

Leave a Comment