ધોરણ ૬ મૂકસેવક રવિશંકર મહારાજ પાઠ વિષય ગુજરાતી

મૂકસેવક રવિશંકર મહારાજ

ધીરૂ પરીખ
જન્મ : 31-8-1933

 

ધીરૂ ઈશ્વરલાલ પરીખનો જન્મ વિરમગામમાં થયો હતો. ગુજરાતી ભાષા અને સાહિત્ય સાથે તેઓ અનુસ્નાતક તથા પી.એચ.ડી થયા હતા. ‘કુમાર’ તથા ‘કવિલોક’ સામયિકોના તેઓ તંત્રી છે. ‘ઉઘાડ’, ‘ઉડાન’ તેમના કાવ્યસંગ્રહો છે. ‘અંગપચીસી’ સંગ્રહમાં છપ્પા શૈલીનાં કટાક્ષ વાક્યો છે. ‘આગિયા’ એમનો હાઈકુસંગ્રહ છે.

પ્રસ્તુત કૃતિમાં લેખકે રવિશંકર મહારાજના જીવન અને કાર્યનો પરિચય કરાવ્યો છે. આસમાની-સુલતાની આફતો આવે ત્યારે પણ કરુણામૂર્તિ મહારાજે
માણસ માત્રમાં શ્રદ્ધા મૂકી, પ્રેરણા પૂરી પાડી છે.

 

મહારાજ અને વળી સેવક ? મહારાજ એટલે તો મોટો રાજા. મોટો રાજા તો સેવા કરાવે કે સેવા કરે ? હા, પણ આ મહારાજ તો રાજ વિનાના મહારાજ, નવાઈ લાગે છે ને કે રાજ વિનાના તે વળી મહારાજ હોય ? હા, આ નવાઈ પમાડે તેવી, પણ ખરી વાત છે. લોકોના હૃદય પર જેમની
સત્તા ચાલે એવા છે આ મહારાજ.

આ મહારાજાને તમે નથી ઓળખતા ? લો, તો હું એમનું નામ કહું. એમનું નામ રવિશંકર વ્યાસ. હજીયે ઓળખાણ ના પડી ? રવિશંકર વ્યાસ નામ અજાણ્યું લાગે છે ? અરે, એ જ એમનું ખરું નામ છે અને વ્યાસ એ જ એમની સાચી અટક છે. આ તો એમનાં લોકહિતનાં કાર્યોથી, એમની નિઃસ્વાર્થ પ્રવૃત્તિઓથી લોકોએ જ એમને ‘મહારાજ’નું બિરુદ આપ્યું છે. આમ, એ ‘મહારાજ’ તરીકે પ્રસિદ્ધ થયા. આ ‘મહારાજ’ એટલે જ ગુજરાતના મૂકસેવક રવિશંકર મહારાજ. લોકો એમને ‘રવિશંકર દાદા’ પણ કહેતા.

રવિશંકર મહારાજનો જન્મ સંવત ૧૯૪૦ના મહા મહિનાની વદ ચૌદશના દિવસે એટલે સે એટલે કે મહાશિવરાત્રીના રોજ થયો હતો. ઇ. સ. ૧૮૮૪ના ફેબ્રુઆરી મહિનાની પચીસમી તારીખે ખેડા જિલ્લાના રહુ ગામે જન્મેલા રવિશંકર મહારાજના પિતાશ્રીનું નામ શિવરામભાઈ અને માતુશ્રીનું નામ નાથીબા હતું. પિતાજી પાસેથી જીવનમાં સારી ટેવો કેળવવાનું અને માતા પાસેથી ખૂબ ચાવીચાવીને ખાવાની આરોગ્યની ચાવીનું શિક્ષણ એ બાળપણમાંથી જ પામ્યા હતા. બાળપણથી જ એમનો સ્વભાવ સાહસિક અને નીડર હતો. દીનદુઃખી પ્રત્યેની લાગણીવાળું હૈયું પણ એમને બાળપણથી જ મળ્યું હતું.
બાળપણથી જ એ ઘરનાં નાનાંમોટાં કામોમાં મદદ કરતા હતા. ખેતીનું પ્રત્યેક કામ એ શીખી ગય અને હોંશથી એ કામમાં જોતરાઈ પણ જતાં. કોઈ પણ કામમાં એમને શરમ, સંકોચ અને નાનપ નહિ. નાનું કે મોટું કોઈ પણ કામ મને મન મહિમાવંતુ.

મોટા થયા પછી પણ એમણે કામ કરવાની વૃત્તિ છોડી નહિ. હા, એમના કામની દિશાબદલાઈ. મહાત્મા ગાંધીના પરિચયમાં આવ્યા પછીએમણે અનેક કામો ઉપાડી લીધાં. એ જે કામ ઉપાડે તેમાં દિલ દઈને જોડાઈ જાય. મહાત્મા ગાંધીએ તો કહેલું પણ ખરું : “બસ, મહારાજની આ જ ખૂબી છે, તેમને જે કામ સોંપો, તેમાં એ પોતાનો આત્મા રેડી દે છે અને તેથી જ એમનું કામ ઝળકે છે અને તેથી વધુ સારી અસર પડે છે.” ગાંધીજી સાથેના પરિચય પછી એમણે ભારતની આઝાદીની લડતમાં ઝંપલાવ્યું. યજમાનવૃત્તિનો ધંધો છોડ્યો, વિલાયતી કપડાં છોડ્યાં, ગામ, ઘર બધું છોડી એ રાષ્ટ્રના કામમાં લાગી ગયા. ચરખો ચલાવી ખાદીનાં વસ્ત્રો પહેરવાં, સાદું ખાવુંપીવું અને સાદાઈથી રહેવું એ હવે એમનો જીવનમંત્ર બની ગયો.

ધીમે ધીમે રાજકીય પ્રવૃત્તિને સ્થાને લોકપ્રવૃત્તિએ એમના જીવનમાં પ્રવેશ કર્યો. પછી તો એ પ્રવૃત્તિ મુખ્ય બની ગઈ. લોકસેવાના ક્ષેત્રે એમણે પ્રથમ પગરણ માંડેલા ઇ. સ. 1911માં વહેદરા શ્રી ફતેહસિંહરાવ અનાથાશ્રમમાં બે-ત્રણ છોકરાઓને તેઓ દાખલ કરાવવા ગયા હતા. અનાથો વડાએ રવિશંકરને ફાળો ઉઘરાવવા કહ્યું ત્યારે તો એ કામ એમને માટે સાવ નવું હતું. પણ એમણે આ કામ માથે ઉપાડી લીધું. ઘેરઘેર ફરીને એમણે એ આશ્રમ માટે ઠીકઠીક રકમ એકઠી કરી. ત્યારપછી ધીમે ધીમે એમણે આવાં જ કામોમાં પોતાની જાતને જોતરવા માંડી.

એકવાર પેટલાદથી થોડે દૂર આવેલા જોગણ ગામમાં એમને જવાનું થયું. એમણે જોયું તો ત્યાંનરી ગંદકી જ ગંદકી. ગામમાં ઠેરઠેર ગરીબાઈ ડોકિયાં કરે. આ ગરીબાઈ અને ગંદકીથી એમનું દિલ દ્રવી ઉઠ્યું. ત્યાં રહી આ દૂષણો દૂર કરવાનો એમણે મનસૂબો કર્યો. આજુબાજુના ગામડાંમાં પણ એ જ પરિસ્થિતિ હતી. મહારાજ તો ગામડેગામડે ફરવા લાગ્યા. દિવસમાં એકવાર બપોરે કોઈ ગામમાંથીથોડા દાળ-ચોખા મેળવીને ખીચડી રાંધી ખાય અને પછી એમની યાત્રા શરૂ થાય. પાણી પીવા માટે સાથે દોરી અને લોટો રાખે. ગામની ભાગોળે પ્રથમ નાહી-ધોઈ લે, પછી એ ગામમાં પ્રવેશે. આ યાત્રામાં બે-ત્રણ વખત દોરી ખોવાઈ ગઈ. આથી એમણે દોરી સાથે રાખવાનું માંડી વાળ્યું. હવે એમણે એવો નિયમ લીધો કે બપોરે જમ્યા પછી પાણી પીવું, પછી ચોવીસ કલાક સુધી પાણી પીવું નહિ. આમ, ઓછામાં ઓછી જરૂરિયાત વડે એમણે સેવા આરંભી દીધી.

એકવાર એમને સંદેશો મળ્યો કે કણભા નામના ગામમાં કોઈ વેપારીના ઘીના બે ડબા ચોરાયા છે. મહારાજ તો પહોંચ્યા કણભા. ઘીના ડબા ચોરી જનાર માણસને એ મળ્યા અને એને સમજાવવાનો પ્રયત્ન કર્યો. પણ પેલો માણસ માને તો ને ? મહારાજે ઉપવાસ આદર્યા. પાણીનો પણ ત્યાગ કર્યો. પેલા માણસના મન પર ભારે અસર થઈ. બીજા જ દિવસે રાત્રે એ મહારાજ પાસે પહોંચી ગયો અને ચોરી કબૂલી લીધી. પોતે ચોરેલા ઘીના બે ડબા પાછા આપ્યા અને ફરી ચોરી નહિ કરવાની એણે પ્રતિજ્ઞા લીધી. આવો જ બીજો પ્રસંગ બનેજડાં ગામમાં બન્યો હતો. તે ગામમાં ચોરી થયાના સમાચાર જાણી મહારાજ ત્યાં પહોંચી ગયા. એણે તો ચોર ચોરી કબૂલ ન કરે ત્યાં સુધી ખોરાક-પાણી નહિ લેવાની જાહેરાત કરી દીધી. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ….. ઉપવાસ તો ચાલ્યા, ચોર આવે નહિ. ગામના લોકો અકળાતા હતા. મહારાજ બધાને શાંત રહેવાનું કહેતા હતા. મહારાજને ઉપવાસનો આઠમો દિવસ થયો, આખરે ચોરનું મન પીગળ્યું. તેને પશ્ચાત્તાપ થયો. તેણે ચોરી કબૂલ કરી લીધી. મહારાજના ઉપવાસ છૂટ્યા.

આ તો વાત થઈ નાના ચોરોની, પણ મહારાજને તો માણસ પર એટલો બધો વિશ્વાસ કે બહારવટિયાઓને સુધારવાનું પણ એ ચૂકે નહિ. ઇ. સ. 1922માં એમને પ્રથમવાર બહારવટિયાઓનો ભેટો થઈ ગયો. છિપિપાલ ગામથી તેઓ રાત્રે સરસવણી ગામે પાછા ફરતા હતા, ત્યાં રસ્તામાં જ બહારવટિયા ભેટી ગયા. કાચોપોચો માણસ હોય તો છાતીનાં પાટિયાં બેસી જ જાય પણ આ તો મહારાજ, નરી નિર્ભયતાની મૂર્તિ ? એમણે તો બહારવટિયાઓને મહાત્મા ગાંધીની વાત કરી, આઝાદીની લડતની વાત કરી. બહારવટિયાઓને ગાંધીજીનું કામ ઉપાડી લઈ ‘સાચું બહારવટું’ ખેડવાનું સમજાવ્યું. પછી તો મહારાજે કોતરોમાં ભમીભમી અનેક બહારવટિયાઓને સુધારવાની પ્રવૃત્તિ કરી. આથી જ તો ઝવેરચંદ મેઘાણીએ એમને માણસાઈના દીવા’ કહ્યા હતા. આ રીતે એક તરફ તેઓ વ્યક્તિના જીવનને સુધારવાની પ્રવૃત્તિ કરતા તો બીજી તરફ પ્રસંગ પડ્યે લોકો પર આવી પડતી કુદરતી આપત્તિના સમયે પણ તેઓ સેવા કરવામાં પાછી પાની કરતા નહિ, એક રાત્રે રવિશંકર મહારાજ સુંદરણા ગામે હતા ત્યારે ધોધમાર વરસાદ પડ્યો. રવિશંકર મહારાજ જે ઘરમાં ઊતર્યા હતા તે ઘરનો કરો તૂટી પડ્યો. વરસાદ કહે મારું કામ, જેમ-તેમ કરી રાત પસાર કરી. વરસાદ હજુ પણ વરસતો જ હતો. પોતાની જવાબદારી પર એમણે ગરનાળુ તોમપડાવ્યું. ગામ ઊગરી ગયું. ત્યાંથી વરસતા વરસાદમાં છાતી સમાણાં પાણી ખૂંદતા-ખૂંદતા મહારાજ નજીકના વટાદરા ગામે પહોંચ્યા. ત્યાં વરસાદથી અનેક મકાનો પડી ગયાં હતાં. મહારાજે દોરડાની મદદથી લોકોને નજીકના ઊંચાણવાળા ભાગ પર પહોંચાડ્યાં. વરસાદમાં પલળતાં પલળતાં અને ગુજતાં ધ્રૂજતાં મહારાજે કોઈના પડતા ઘરને ટેકા ગોઠવ્યા તો કોઈને સલામત સ્થળે ખસેડવાનાં કામો લાગી ગયાં. લોકોએ તો એમને ભગવાનનો અવતાર માન્યા.

તો વળી કૉલેરા જેવો ચેપી રોગ ફાટી નીકળ્યો ત્યારે પણ મહારાજ રોગીઓની વહારે ધસી પા જાય. ઇ. સ. 1941ની વાત છે. મહારાજે છાપામાં સમાચાર વાંચ્યા કે કલોલ ગામમાં કૉલેરા ફાટી નીકળ્યો છે અને માણસો ટપોટપ મરે છે. મહારાજ ત્યાં પહોંચી ગયાં. ત્યાંની ગંભીર પરિસ્થિતિ જોઈ તેઓ અમદાવાદ આવ્યા અને કેટલાક સ્વયંસેવકોને સાથે લઈ કૉલેરાના રોગીઓની સેવા કરવા કલોલ પહોંચી ગયા. ગામના લોકો અંધશ્રદ્ધાને લીધે દવાખાનામાં જાય નહિ. કૉલેરાના વિસ્તારમાં ફરીફરીને મહારાજ સહુને સમજાવે અને દર્દીઓને દવાખાને લઈ જાય. એમનાં ઝાડાઊલટી સાફ કર્યાં. દવાઓ આ બધાં જ કામોમાં મહારાજ આપવી, લોકોને સમજાવવા, સ્વયંસેવકો અને ડૉક્ટરોની વ્યવસ્થા કરવી જાતને પણ ભૂલીને એકરૂપ થઈ જતાં. આવે વખતે એ મત્યુની પણ પરવા કરતા નહિ.

દુષ્કાળ પડ્યો છે એમ સાંભળતાં જ મહારાજ મદદે પહોંચી જાય. એકવાર બનાસકાંઠા જિલ્લામાં દુષ્કાળ પડ્યો હતો ત્યારે મહારાજ ત્યાં પહોંચી ગયાં. આ પ્રદેશમાં લોકો પાણી માટે વલખાં મારતાં હતા ત્યારે મહારાજે ગામડેગામડે ફરી, દિવસરાત પરિશ્રમ કરી કૂવાઓ અને બોરિંગ કરાવ્યાં. લોકોને એટલી બધી રાહત થઈ ગઈ કે તેઓ મહારાજને બોરિંગવાળા મહારાજના નામે ઓળખવા લાગ્યા હતા.

અરે, એ તો હજુ ઠીક, પણ જ્યારે માણસો હેવાન બની અંદરોઅંદર લડે, કાપાકાપી થાય છે. હુલ્લડ થાય ત્યારે પણ જાનને જોખમે મહારાજ ત્યાં પહોંચી જાય. ઇ. સ. 1941 અને 1946માં શોધ અમદાવાદમાં મોટાં હુલ્લડો ફાટી નીકળેલાં. મહારાજ તો નિર્ભય બની સૂમસામ શેરીઓમાં ફરતા અને લોકોને સમજાવતા. હિન્દુ કે મુસલમાન – બધા જ મહારાજની વાત શાંતિથી સાંભળતા અને એમને આદર આપતાં. હુલ્લડમાં મૃત્યુ પામેલા લોકોનાં શબોનો અગ્નિસંસ્કાર પણ મહારાજ જાતે કરતા.

આવા તો અનેક પ્રસંગો મહારાજના જીવનમાંથી જડી આવશે. આ બધા જ પ્રસંગોએ મહારાજની માનવતાના, એમની અપાર હિંમતના, એમની અજોડ સેવાવૃત્તિનાં દર્શન થાય છે. આમ છતાંય મહારાજે કદી પોતાનાં કાર્યોનો ઢંઢેરો પીટવો નથી. જાત જાહેરાતથી તો એ સદાય દૂર જ ભાગે, મૂંગામૂંગા સે કરવી એ જ એમનો જીવનધર્મ હતો. આથી જ તો એમને સૌ મૂકસેવક તરીકે ઓળખે છે. સોનું વ ચાલતું હતું. ત્યારે મહારાજનો સ્વર્ગવાસ થયો.

Leave a Comment

Your email address will not be published.

Scroll to Top